મહેસાણા જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર, ત્રણ ઇંચ સુધી વરસાદ
શનિ-રવિ બાદ સોમવારે પણ મેઘરાજાની કૃપા વરસી : મહેસાણામાં ચારેક કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું
જિલ્લામાં શનિવારથી શરૂ થયેલ ઝરમર મેઘ મહેર સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. જિલ્લામાં સર્વત્ર મેઘરાજાની કૃપા વરસતાં ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. પાણી વિના મુરઝાતો મોલને વરસાદથી જીવતદાન મળ્યું છે. સોમવાર સવારે ગણત્રીના કલાકોમાં શહેરમાં ૪પ મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ સોમવારે સાંજે ૪ કલાક સુધી કડીમાં ૨૬ મીમી, ખેરાલુમાં ૧૭ મીમી, સતલાસણામાં ૧૨ મીમી, ઊંઝામાં ૨પમીમી, વિસનગરમાં ૨૪ મીમી તથા વિજાપુરમાં પ મીમી વરસાદ પડયો હતો.
સોમવાર સાંજે ૪ વાગ્યા સુધીનો વરસાદ (મી.મી)
તાલુકો કુલ
બેચરાજી ૬૦
કડી ૧૮૮
ખેરાલુ ૧૬૪
મહેસાણા ૧૯૯
સતલાસણા ૩૦૪
ઊંઝા ૨૩પ
વડનગર ૧૬પ
વિજાપુર ૩૨૯
વિસનગર ૧૪૦
સ્કૂલ બસમાં પાણીમાં ફસાઇ
સવારે આઠેક વાગ્યે એક સ્કૂલ બસ ભમરીયા નાળામાં બંધ થઈ જતાં બાળકોને ડ્રાયવરની કેબિનના દરવાજાથી બહાર કાઢી ઉંચકીને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢયા હતાં. જ્યારે ગોપીનાળામાં પણ હાઈવેથી બજાર તરફ જવાના નાળામાં ખુબ પાણી ભરાઈ જતાં અહીં પણ એક એસટી બસ બંધ થઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયાં હતાં.